Monday, April 7, 2025
More

    વક્ફ બિલના સમર્થનમાં મુઝફ્ફરનગરના સપા કાર્યકર્તાઓએ છોડ્યો અખિલેશનો હાથ: RLDમાં જોડાયા

    વક્ફ સુધારા બિલને (Waqf Amendment Bill) સંસદના બંને ગૃહો તેમજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ તરફથી મંજૂરી મળી ગઈ છે. હવે બિલ કાયદો બની ચૂક્યું છે. જોકે, વિરોધ પક્ષો દ્વારા હજી તેનો વિરોધ થઈ રહ્યો છે. ઘણા મુસ્લિમ સંગઠનો પણ ખોટા દાવા કરીને લોકોને બિલની વિરુદ્ધમાં ઉશ્કેરી રહ્યા છે. ત્યારે બિલનો વિરોધ કરવો એ સમાજવાદી પાર્ટીને (Samajwadi Party) ભારે પડી રહ્યો એમ લાગી રહ્યું છે.

    તાજેતરમાં આવેલ અહેવાલ અનુસાર મુઝફ્ફરનગરમાં સમાજવાદી પાર્ટીના ઘણાબધા કાર્યકર્તાઓએ પાટી છોડી દીધી છે. નોંધનીય છે કે અખિલેશ યાદવ શરૂઆતથી જ આ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે હવે તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ તેમને મોટો ઝટકો આપ્યો છે. કાર્યકર્તાઓએ વક્ફ બિલના સમર્થનમાં પાર્ટી છોડી દીધી છે.

    ટાઈમ્સ નાવ નવ ભારતના અહેવાલ અનુસાર સમાજવાદી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ સમાજવાદી પાર્ટી છોડીને રાષ્ટ્રીય લોક દળમાં જોડાયા છે. સામે આવેલ વિડીયોમાં જોઈ શકાય છે કે RLDએ કાર્યકર્તાઓનું ફૂલના હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આ કાર્યકર્તાઓમાં મોટા ભાગે મુસ્લિમ સમુદાયના લોકો જોવા મળી રહ્યા છે.