Tuesday, April 8, 2025
More

    સંભલ હિંસા કેસમાં સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કની પૂછપરછ: વકીલોની ફૌજ લઈને પહોંચ્યા પોલીસ સ્ટેશન

    ઉત્તર પ્રદેશના સંભલ હિંસા (Sambhal Violence) કેસમાં SITની તપાસ ચાલી રહી છે. દરમિયાન સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક (Zia Ur Rahman Burq) પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. SITની ટીમે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પહેલાં એવા ઘટસ્ફોટ થયા હતા કે, આ આખી હિંસા માટે સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક માસ્ટરમાઇન્ડ હતા.

    23 માર્ચના રોજ ધરપકડ કરાયેલા જામા મસ્જિદ કમિટીના સદર ઝફર અલીની પૂછપરછ દરમિયાન તેણે SITને સપા સાંસદ બર્કની સંડોવણી વિશે વિગતે માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે પોતાની જેલ ડાયરીમાં પણ હિંસા માટે મસ્જિદના સદર ઝફર અલી અને સાંસદ બર્કના કાવતરાનો ઉલ્લેખ કર્યો હતો.

    આ પહેલાં પણ તપાસ ટીમે સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરની તપાસ પણ કરી હતી. આ દરમિયાન ભારે પોલીસદળ ખડકી દેવામાં આવી આવ્યા હતા. તે સિવાય મકાનના નિર્માણને લઈને પણ સપા સાંસદને નોટિસ ફટકારવામાં આવી છે.