Wednesday, March 12, 2025
More

    દક્ષિણ કોરિયાના મુએન એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેનમાં વિસ્ફોટ: સવાર હતા 175થી વધુ યાત્રી, 47 લોકોના મોત

    દક્ષિણ કોરિયાના (southern South Korea) શહેર મુએનમાં (Muan Plane Crash) એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે રવિવારે લગભગ 180 લોકો સાથેના વિમાનમાં આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 47 મુસાફરો માર્યા ગયા હતા. પ્લેન થાઈલેન્ડના બેંગકોકથી પરત ફરી રહ્યું હતું. આ જાણકારી સ્થાનિક ઇમરજન્સી ઓફિસે આપી હતી.

    અહેવાલમાં દક્ષિણ કોરિયાની યોનહાપ ન્યૂઝ એજન્સીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જેજુ એર (The Jeju Air) પ્લેનમાં 175 મુસાફરો અને છ ફ્લાઈટ એટેન્ડન્ટ હતા. ઈમરજન્સી ઓફિસે જણાવ્યું હતું કે આગ લગભગ કાબૂમાં આવી ગઈ હતી, બચાવ અધિકારીઓ વિમાનમાંથી મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.