Saturday, March 22, 2025
More

    સાઉથ કોરિયા એરફોર્સે પોતાના જ નાગરિકોના મકાનો પર વરસાવ્યા બોમ્બ ગોળા: 15 લોકો ઘાયલ થતા કહ્યું- થઈ ગઈ ભૂલ

    ગુરુવારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. દક્ષિણ કોરિયાના બે લડાકુ વિમાનોએ (South Korean fighter jets) એક અભ્યાસ દરમિયાન ભૂલથી પોતાના જ નાગરિક વિસ્તાર પર આઠ બોમ્બ ફેંકી દીધા. તેમની ભૂલને કારણે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી 4 લોકોની અતિહાલત ગંભીર છે. ઘાયલોમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે – એક થાઇલેન્ડનો અને એક મ્યાનમારનો.

    આ ઘટના 6 માર્ચ 2025ના રોજ બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ કોરિયન વાયુસેનાના KF-16 ફાઇટર પ્લેન યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સાથે અભ્યાસ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન આ બોમ્બ વિસ્ફોટ થયા.

    વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે એક પાઇલટે બોમ્બ વિસ્ફોટ સ્થળ માટે ખોટા કોઓર્ડિનેટ્સ દાખલ કર્યા હતા. વધુમાં, બીજા KF-16 દ્વારા પણ બોમ્બ ફેંકવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.