કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબીયત લથડતા તેમને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ (Sonia Gandhi Admitted) કરવામાં આવ્યા હતા. તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં (Sir Ganga Ram Hospital) દાખલ કરવામાં આવ્યા છે. શરૂઆતની માહિતી મુજબ, સોનિયા ગાંધીને રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવાર સવાર સુધીમાં તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.
Congress Parliamentary Party Chairperson Sonia Gandhi was admitted to Sir Ganga Ram Hospital in Delhi this morning at 8:30 am due to stomach related issues. She underwent a routine check-up and is now stable and is under observation: Sir Ganga Ram Hospital
— ANI (@ANI) February 20, 2025
આ બાબતે ગુરુવારે રાતે સર ગંગા રામ હોસ્પિટલનું આધિકારિક નિવેદન પણ સામે આવ્યું હતી. જે આ મુજબ અહતું, “કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે સવારે 8:30 વાગ્યે પેટ સંબંધિત સમસ્યાઓના કારણે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું નિયમિત ચેકઅપ થયું હતું અને હવે તેમની હાલત સ્થિર છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે.”
શુક્રવારે સવારના 9 વાગ્યા સુધીની માહિતી મુજબ હજુ તેમને હોસ્પિટલથી રજા નથી આપવામાં આવી. નોંધનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીની ઉંમર હમણાં 78 વર્ષની છે.