નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની કોર્ટે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. શુક્રવારે (2 મે) આ ઘટનાક્રમ સામે આવ્યો.
સ્પેશિયલ જજ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કોંગ્રેસ ઓવરસીઝ અધ્યક્ષ સામ પિત્રોડા અને અન્ય વ્યક્તિઓનાં પણ નામ છે. કેસની આગલી સુનાવણી 8 મેના રોજ હાથ ધરવામાં આવશે.
Delhi's Rouse Avenue Court issues notice to Congress leaders Sonia Gandhi, Rahul Gandhi, and others on a chargesheet filed against them by the Enforcement Directorate in connection with the National Herald money laundering case.
— ANI (@ANI) May 2, 2025
આ કાર્યવાહી તાજેતરમાં ED દ્વારા આ કેસમાં સોનિયા, રાહુલ અને અન્ય સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ બાદ થઈ રહી છે. થોડા સમય પહેલાં જ એજન્સીએ તમામ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે કહ્યું છે કે સંજ્ઞાન લેતી વખતે તમામને સાંભળવામાં આવશે અને પૂરતી તકો આપવામાં આવશે.
રિપોર્ટ્સ અનુસાર, EDની ચાર્જશીટમાં કુલ પાંચ વ્યક્તિઓ અને 2 કંપનીઓનાં નામ છે. જેમાંથી એક યંગ ઈન્ડિયન પણ છે, જેની મોટાભાગની માલિકી સોનિયા અને રાહુલ ગાંધી પાસે છે. અન્ય આરોપીઓમાં સેમ પિત્રોડા અને સુમન દુબે જેવા ગાંધી પરિવારના નજીકના માણસોનો સમાવેશ થાય છે.