ગુરુવારેના રોજ (6 ફેબ્રુઆરી), લદ્દાખ હંમેશા ચર્ચામાં રહેતા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે (activist Sonam Wangchuk) ઇસ્લામાબાદ (Islamabad) શહેરમાં આયોજિત ‘બ્રીધ પાકિસ્તાન’ (Breathe Pakistan) કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
પાકિસ્તાનમાં આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા માટે ‘ડોન મીડિયા’ (Dawn Media) જૂથ દ્વારા ‘ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ભગવાન રામ અને સીતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરીને વિવાદમાં આવેલા સોનમ વાંગચુકે ફેસબુક વિડીયો દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવાની પુષ્ટિ કરી.
તેઓ ‘ગ્લેશિયલ મેલ્ટ: અ સસ્ટેનેબલ સ્ટ્રેટેજી ફોર ધ વોટર ટાવર્સ ઓફ સાઉથ એશિયા’ શીર્ષક હેઠળની પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો.
સોનમ વાંગચુકે કહ્યું કે, “દુનિયાને અમારો સંદેશ હંમેશા એ રહ્યો છે કે કૃપા કરીને મોટા શહેરોમાં સાદગીથી રહો જેથી આપણે પર્વતોમાં સાદગીથી રહી શકીએ. આ સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવવાની જરૂર છે, અને મને ખૂબ આનંદ છે કે મીડિયા અને નેતૃત્વની આમાં મોટી ભૂમિકા ભજવે છે.”
“પાકિસ્તાનમાં, હું ડોન મીડિયાને પર્યાવરણના ચેમ્પિયન તરીકે આ જવાબદારી નિભાવતા જોઉં છું. હું ઈચ્છું છું કે બધા દેશો અને મારો દેશ અને ત્યાંના મીડિયા હાઉસ ખરેખર આ જવાબદારી લે જેમ તેઓ અહીં કરે છે,” તેમણે ‘બ્રીથ પાકિસ્તાન’ કોન્ફરન્સ દરમિયાન કહ્યું.