દાહોદ મનરેગા કૌભાંડને લઈને રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંતસિંહ ખાબડની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે. દાહોદ પોલીસે શનિવારે (17 મે) તેની ધરપકડ કરી છે. દેવગઢ બારિયા અને ધનપુર તાલુકામાં કથિત રીતે 75 કરોડના મનરેગા કૌભાંડને લઈને આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બચુ ખાબડ રાજ્ય સરકારમાં પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે.
આ ધરપકડ બળવંતસિંહ અને તેમના નાણાં ભાઈ કિરણ દ્વારા દાહોદ કોર્ટથી પોતાના આગવા જામીનની અરજી પરત ખેંચવાના કેટલાક દિવસો બાદ થઈ છે. દાહોદના DSPએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, DRDAની FIR અનુસાર, પ્રાથમિક તપાસમાં કૌભાંડમાં સંડોવણીની શંકા બાદ બળવંતસિંહની ધરપકડ કરવામાં આવી છે.
DSPએ વધુમાં કહ્યું છે કે, ‘અમે પ્રાથમિક તપાસ કરી હતી. જે બાદ જાણવા મળ્યું હતું કે, બળવંતસિંહ ખાબડ દ્વારા સંચાલિત એક એજન્સી, જે મનરેગા પરિયોજના માટે સામાન ફાળવે છે, તેણે સામાનની આખી યાદી આપ્યા વગર જ કેટલીક રકમના બિલ જારી કરી દીધા હતા. તપાસ હાલ પણ ચાલી રહી છે.”