વડોદરા દુષ્કર્મ કેસમાં (Vadodara Rape Case) 15 દિવસથી ફરાર રખડતાં કોંગ્રેસ નેતા (Congress Leader) રાજેન્દ્રસિંહના પુત્ર અનિરુદ્ધસિંહને ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા પોલીસે (Vadodara Police) તેને ઝડપી પાડીને કોર્ટમાં પણ રજૂ કર્યો હતો. વધુમાં તે પણ જાણવા મળ્યું છે કે, કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. તેથી હવે બે દિવસ સુધી આરોપી અનિરુદ્ધ પોલીસ રિમાન્ડ પર રહેશે અને વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવશે.
વડોદરા દુષ્કર્મ કેસમાં 15 દિવસથી ફરાર કૉંગ્રેસ નેતાનો પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલની આખરે ધરપકડ #Vadodara #Gujarat #BreakingNews #News #Congress pic.twitter.com/Do38ZNi60U
— Zee 24 Kalak (@Zee24Kalak) June 2, 2025
અનિરુદ્ધ ગોહિલ પર એક યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવી હોવાનો આરોપ છે. વધુમાં એવો પણ આરોપ છે કે, તેણે લગ્નની લાલચ આપીને યુવતી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદ અનુસાર, યુવતી ગર્ભવતી થઈ જતાં અનિરુદ્ધે બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ આરોપ છે. યુવતીએ પોતાની ફરિયાદમાં આ બધી બાબતો લખાવી છે.
વધુમાં યુવતીની ફરિયાદ બાદથી જ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે 15 દિવસ બાદ તેની ધરપકડ કરી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવશે. એ તપાસ પણ કરવામાં આવશે કે, ગર્ભપાત કઈ હૉસ્પિટલમાં થયું હતું અને તેમાં કોણે-કોણે સહકાર આપ્યો હતો. તે સિવાય પણ અનેક મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.