Monday, April 14, 2025
More

    મુસ્લિમ યુવતી સાથે હોવાથી હિંદુ યુવકને પીટનાર ઇસ્લામીઓની ધરપકડ: CM યોગીની પોલીસે સરતાજ, શાદાબ, ઉમર, અર્શ સહિતનાઓની કરી સરભરા- મુઝફ્ફરનગરનો વિડીયો વાયરલ

    મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) કેટલાક યુવાનોએ એક મુસ્લિમ છોકરીને હિંદુ છોકરા સાથે જોયા બાદ તેના પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. બુરખો પહેરેલી છોકરી હિંદુ યુવક સાથે બાઇક પર જઈ રહી હતી. ત્યારે મુસ્લિમ યુવકોએ બંનેને માર માર્યો હતો જે મામલે CM યોગીની મુઝફ્ફરનગર પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી.

    સામે આવ્યું હતું કે, ખાલાપરની રહેવાસી ફરહાના નામની મહિલા ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ લિમિટેડ કંપનીમાં સચિન નામના યુવક સાથે હપ્તા વસૂલીનું કામ કરે છે. મંગળવારે ફરહાનાએ તેની પુત્રી ફરહીનને સચિન સાથે સુજાદુ ગામમાં શમા પાસેથી હપ્તો લેવા માટે મોકલી હતી.

    ફરહીન અને સચિન બાઇક પર સુજાદુ ગામ જઈ રહ્યા હતા ત્યારે ખાલાપર વિસ્તારમાં આવેલી દરજી વાલી ગલીમાં 8-10 લોકોએ તેમને બળજબરીથી રોક્યા હતા. તથા બંનેનું નામ પૂછીને તેમની સાથે મારપીટ કરી હતી.

    આ મામલે મુઝફ્ફરનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. ઘટના સામે આવતા જ ઉત્તર પ્રદેશ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. તથા વિવિધ જગ્યાએ દરોડા પાડીને 13 એપ્રિલની મોડી સાંજે છ આરોપીઓ – સરતાજ, શાદાબ, ઉમર, અર્શ, શોએબ અને શમીની ધરપકડ કરી હતી.

    ધરપકડ બાદ પોલીસે આરોપીઓને સરખો મેથીપાક ચખાડ્યો હતો. સરતાજ, શાદાબ, ઉમર, અર્શ, શોએબ અને શમી પોલીસ સ્ટેશનમાં લંગડાતા જોવા મળ્યા હતા. મુઝફ્ફરનગર સીઓ સિટી રાજુ શોએ જણાવ્યું હતું કે, બધા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.