Friday, April 11, 2025
More

    હાઈપ્રોફાઈલ પ્રવાસીઓને ન્યુયોર્ક લાવી રહ્યું હતું હેલિકોપ્ટર, જોતજોતામાં હડસન નદીમાં સમાઈ ગયું: 3 બાળકો સમેત 6ના મોત

    10 એપ્રિલ 2025ના રોજ સ્પેનિસ પરિવારના સભ્યોને લઈ જતું એક પ્રવાસી હેલિકોપ્ટર (tourist helicopter crash)અમેરિકાના ન્યુયોર્ક (New York) શહેરમાં હડસન નદીમાં (Hudson River) ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે.

    ગુરુવારે બપોરે ન્યૂ યોર્ક શહેરના લોઅર મેનહટન નજીક હડસન નદીમાં એક પાયલોટ, બે પુખ્ત વયના લોકો અને ત્રણ બાળકો સાથેનું એક ન્યૂ યોર્ક હેલિકોપ્ટર ચાર્ટર્ડ ક્રેશ થયું હતું. આ જાણકારી અધિકારીઓએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન આપી હતી.

    આધિકારિક સૂત્રોએ એબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે યુરોપિયન ઓટોમેશન કંપની સિમેન્સના (Siemens) એક્ઝિક્યુટિવ ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની, મર્સ કેમ્પરુબી મોન્ટલ અને તેમના બાળકો – 4, 5 અને 11 વર્ષની – 36 વર્ષીય પાઇલટ સાથે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

    આ અકસ્માત વોલ સેન્ટ હેલીપોર્ટ પરથી ઉડાન ભર્યાના 15 મિનિટ પછી, ન્યુ જર્સીના હોબોકેનમાં રિવર ડ્રાઇવના કિનારે બપોરે 3:17 વાગ્યે થયો હતો. અધિકારીઓએ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે હેલિકોપ્ટર દક્ષિણ તરફ વળે અને ક્રેશ થાય એ પહેલા જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ પાસે પહોંચ્યું હતું.