Tuesday, July 15, 2025
More

    1992થી ઉપેક્ષિત પ્રાચીન ‘સીતા કૂપ’નું રામ મંદિર ટ્રસ્ટે કર્યું સમારકામ અને સુંદરીકરણ: હવે તેમાંથી જ બનશે પ્રભુનું ભોજન, સામાન્ય ભક્તોને મળી શકશે પવિત્ર જળ

    અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલમાં સ્થિત પ્રાચીન સીતા કૂપને (Sita Koop) રામ મંદિર ટ્રસ્ટ (Ram Mandir Trust) દ્વારા નવું જીવન આપવામાં આવ્યો છે. વર્ષોની ઉપેક્ષાને કારણે જર્જરિત થઈ ગયેલા આ કૂવાને વંશી પહાડપુરના લાલ પથ્થરોથી સુંદર બનાવવામાં આવ્યો છે. હવે આ કૂવો ફક્ત આકર્ષક જ નથી લાગતો, પરંતુ તેના પવિત્ર પાણીનો ઉપયોગ રામલલાના રાગ-ભોગ અને ખાસ ધાર્મિક કાર્યક્રમો માટે પણ કરવામાં આવશે. ભક્તો આ પાણીને પોતાની સાથે લઈ જઈ શકશે.

    સીતા કૂપ અયોધ્યામાં શેષાવતાર મંદિર પાસે આવેલું છે અને તેનું ધાર્મિક મહત્વ અત્યાધિક છે. 1992માં બાબરી માળખાના ધ્વંસ અને 1993ના અયોધ્યા એક્ટ પછી બેરિકેડિંગને કારણે આ વિસ્તાર સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે કૂવાની સ્થિતિ બગડી ગઈ હતી.

    સુપ્રીમ કોર્ટના રામ મંદિર બનાવવાના નિર્ણય પછી, ટ્રસ્ટે આ કૂવાને પુનર્જીવિત કરવાની પહેલ કરી હતી. સ્થાનિક લોકો અને ભક્તો આ સૌંદર્યીકરણથી ખુશ છે. આ પગલું માત્ર ધાર્મિક મહત્વને જ નહીં પરંતુ અયોધ્યાના સાંસ્કૃતિક વારસાને પણ સાચવે છે.