કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે રાજ્યના ગૃહ અને લઘુમતી બાબતોના મંત્રી બી.ઝેડ. ઝમીર અહેમદ ખાને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જે કોઈ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને સ્પર્શ કરવાની હિંમત કરશે તે રાખ થઈ જશે.
પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “મુખ્યમંત્રીની ખુરશી ખાલી નથી અને પાર્ટી પ્રમુખની ખુરશી પણ ખાલી નથી. પ્રમુખની ખુરશી પર ડીકે શિવકુમાર છે અને મુખ્યમંત્રીની ખુરશી પર સિદ્ધારમૈયા છે. ચર્ચા ત્યારે જ કરવામાં આવે જ્યારે કોઈ પદ ખાલી હોય.”
Siddaramaiah's chair is like fire, no one can touch it, says Karnataka Minister#Siddaramaiah #Karnataka https://t.co/BNbBStWlSd
— IndiaToday (@IndiaToday) February 26, 2025
તેમણે કહ્યું, “શું સિદ્ધારમૈયાની ખુરશીને સ્પર્શ કરવો પણ શક્ય છે? તે આગ જેવા છે, જો કોઈ તેને સ્પર્શ કરશે, તો રાખ થઈ જશે. સિદ્ધારમૈયા આગ જેવા છે.” તેમના નિવેદનને સિદ્ધારમૈયાના મજબૂત સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, કર્ણાટક કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષને બદલવાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે, બી.ઝેડ. ઝમીર અહેમદ સિદ્ધારમૈયાના વિશ્વાસપાત્ર લોકોમાંના એક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ નિવેદન સંભવતઃ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને સંદેશ છે કે, જો તેઓ સિદ્ધારમૈયાની ખુરશીને અડવાનો કરવાનો પ્રયાસ કરશે તો તેઓ પણ ‘બળી જશે’.