Tuesday, July 15, 2025
More

    ફરી ટળ્યું શુભાંશુ શુક્લાનું સ્પેસ મિશન Axiom-4: ISSની સમીક્ષા બાદ NASA નવી તારીખોનું કરશે એલાન

    22 જૂનના રોજ NASAના Axiom-4 મિશનને લૉન્ચ (Mission Launch) કરવામાં આવનાર હતું. પરંતુ, હાલ તેને ફરી અટકાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. NASA, Axiom Space અને SpaceXએ પ્રસ્તાવિત લૉન્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. હવે આ મિશન આવનારા દિવસોમાં કોઈ તારીખ પર લૉન્ચ કરવામાં આવશે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 

    NASAએ જણાવ્યું છે કે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના (ISS) Zvezda સર્વિસ મોડ્યુલના પાછળના ભાગના હાલમાં જ થયેલા સમરકારમ પછી સ્ટેશનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. ISSની બધી સિસ્ટમો એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હોવાથી નાસા સ્ટેશન પર વધારાના અવકાયાત્રીઓને મોકલતા પહેલાં ખાતરી કરવા માંગે છે કે બધી સિસ્ટમો સંપૂર્ણપણે સુરક્ષિત અને તૈયાર છે. 

    NASAએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ઈચ્છીએ છીએ કે, સ્પેસ સ્ટેશન કોઈપણ નવી ટીમને સુરક્ષિત રીતે પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર રહે. તેથી જ અમે વધારાના ડેટાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. આ મિશન ભારત, પૉલેન્ડ અને હંગેરી માટે ઐતિહાસિક માનવામાં આવે છે. તેમાં ભારતના શુભાંશું શુક્લા પણ સામેલ થવાના છે.