Friday, April 18, 2025
More

    શિવસેના UBTના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની તબિયત થઈ ખરાબ, કરાયા હોસ્પિટલમાં દાખલ

    મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિને લાગતા સમાચારોની ભરમાર લાગેલી છે. તાજા સમાચારો અનુસાર શિવસેના UBTના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડતા દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે.

    સોમવારે સવારે તેમની તબિયત બગડી હતી. સવારે 8 વાગ્યાથી રિલાયન્સ હોસ્પિટલમાં તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતુ. અહીં, ઉદ્ધવ ઠાકરેએ તેમના હૃદયમાં બ્લોકેજના નિદાન માટે એન્જીયોગ્રાફી કરાવી હતી.

    2012માં ઉદ્ધવ ઠાકરેની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જે બાદ 2016માં, ઠાકરેની લીલાવતી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તે સમયે તેમના હૃદયની ત્રણ મુખ્ય ધમનીઓમાં રહેલા બહુવિધ અવરોધોને દૂર કરવા માટે ડૉક્ટરોએ આઠ સ્ટેન્ટ મૂક્યા હતા.