દેવભૂમિ દ્વારકા (Dwaraka) જિલ્લાના હર્ષદ વિસ્તારમાં આવેલા પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવરાત્રીની આગલી રાત્રે શિવલિંગની ચોરી (Shivlinga Stolen) થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારપછીની પૂછપરછમાં આશ્ચર્યચકિત કરી દેય એવો ખુલાસો થયો હતો.
અહેવાલ અનુસાર દ્વારકાથી લગભગ 500 કિલોમીટર દૂર આવેલ સાબરકાંઠા જિલ્લાના રહેવાસી મહેન્દ્ર કુમાર ઉર્ફે રમેશ કરણસિંઘ મકવાણાની ભત્રીજીને એવું સપનું આવ્યું હતું કે, ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ ફાયદો થશે.
દ્વારકાના મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 7 લોકો હિંમતનગરમાંથી ઝડપાયા; એક આરોપીને સપનામાં આવ્યું હતું કે શિવલિંગ પોતાના ઘરે સ્થાપિત કરવાથી થશે ઉન્નતિ #Gujarat #Dwarka #News pic.twitter.com/Cd1tmJzJC8
— Zee 24 Kalak (@Zee24Kalak) February 27, 2025
ત્યારે આ જ પરિવારના જગતસિંહ ઉદયસિંહ મકવાણા, વનરાજસિંહ સમરસિંહ મકવાણા, મનોજ અમરતસિંહ મકવાણાઅને મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા તથા અન્ય ત્રણ મહિલાઓ સહિતના લોકો જુદા જુદા બે વાહનોમાં આવીને હર્ષદ ખાતે રોકાયા હતા.
દ્વારકામાં શિવલિંગ ચોરનારા 4 ઝડપાયા, આરોપીની ભત્રીજીને સપનું આવતા રચ્યું હતું કાવતરું #Dwarka #Harshad #shivlingpuja #Theft #GujaratSamachar pic.twitter.com/5Q7HbIG1Sa
— Gujarat Samachar (@gujratsamachar) February 27, 2025
થોડા દિવસો હર્ષદ ખાતે રોકાઈને રેકી કર્યા બાદ શિવરાત્રિના એક દિવસ પૂર્વે ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ ચોરી લીધું. જે બાદ તેને પોતાના ઘરે હિંમતનગર લઈ ગયા અને પોતાના ઘરમાં જ સ્થાપિત કરી દીધું. આ ઉપરાંત મહાશિવરાત્રીના રોજ તેની પૂજા કરી હોવાનું પણ સામે આવ્યું હતું.
આ મામલે તપાસ કરવા માટે ડીવાયએસપી, એલસીબી અને એસ.ઓ.જી.ના મુખ્ય અધિકારીઓ સહિતનાઓની SITની રચના કરવામાં આવી હતી. જેમણે ડોગ સ્કોડની મદદથી શિવલિંગની ચોરીનો ભેદ ઉકેલીને 7 આરોપીઓની ધરપકડ કરી હતી.