Tuesday, April 1, 2025
More

    પંજાબમાં શિવસેના નેતાની ગોળી મારીને હત્યા, ગોળીબારમાં 11 વર્ષનો બાળક ઘાયલ: પોલીસ તપાસ શરૂ

    પંજાબના મોગામાં શિવસેના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને ત્રણ ગુનેગારોએ સાથે મળીને અંજામ આપ્યો હતો. મૃતકનું નામ મંગત રાય છે. ઘાયલ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

    આ ઘટના 13 માર્ચની રાત્રિએ બની હોવાનું કહેવાઈ રહ્યું છે. મંગત રાય રાત્રે મોગામાં ગિલ પેલેસ પાસેની એક ડેરીમાં દૂધ લેવા ગયા હતા. આ દરમિયાન ત્રણ બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો. તે કોઈક રીતે બચી ગયા, પરંતુ 11 વર્ષના બાળકને ગોળી વાગી ગઈ.

    ત્યારપછી હુમલાખોરોએ મંગત રાયનો પીછો કર્યો અને સ્ટેડિયમ રોડ પર થોડે દૂર ફરી તેમના પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા. ગોળી વાગવાથી પડી ગયેલા મંગતને પોલીસે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

    આ ઘટનામાં ઘાયલ થયેલ 11 વર્ષનો બાળક થોમસ મોગા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ ગુનેગારોની ઓળખ કરી રહી છે.