Friday, April 11, 2025
More

    ‘ભારત પાસે એવા વડાપ્રધાન છે જે બે અઠવાડિયાના ગાળામાં યુક્રેન અને રશિયાના રાષ્ટ્રાધ્યક્ષોને ગળે લગાવી શકે છે’: કોંગ્રેસ સાંસદ શશી થરુરે ફરી કર્યા PM મોદીના વખાણ

    કોંગ્રેસ સાંસદ (Congres MP) અને વરિષ્ઠ નેતા શશી થરુરના (Shashi Tharoor) સૂર બદલાઈ રહ્યા છે. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) દરમિયાન ભારતની નીતિના તેમણે વખાણ કર્યા હતા. તેમણે PM મોદીના પણ વખાણ કર્યા હતા, તથા તેમની સ્વીકાર્યતા અંગે પણ વાત કરી હતી.

    દિલ્હીમાં રાયસીના સંવાદમાં એક ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન, ભૂતપૂર્વ વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું, “હું હજી પણ મારા ચહેરા પરના ડાઘ લૂછી રહ્યો છું, કારણ કે હું જ તે વ્યક્તિ છું જેણે ફેબ્રુઆરી 2022માં સંસદીય ચર્ચામાં તે સમયે ભારતની સ્થિતિની ટીકા કરી હતી.”

    ‘બિલ્ડિંગ પીસ: લુકિંગ બેક એન્ડ લુકિંગ ફોરવર્ડ’ શીર્ષકવાળા સત્ર દરમિયાન તેમણે કહ્યું હતું કે, “આ બધા સિદ્ધાંતોનું ઉલ્લંઘન એક પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું અને આપણે તેની નિંદા કરવી જોઈતી હતી. ત્રણ વર્ષ પછી એવું લાગે છે કે હું જ દોષિત છું, કારણ કે સ્પષ્ટપણે નીતિનો અર્થ એ છે કે ભારતમાં ખરેખર એક એવા વડાપ્રધાન છે જે બે અઠવાડિયાના ગાળામાં યુક્રેનના રાષ્ટ્રપતિ અને મોસ્કોના રાષ્ટ્રપતિ બંનેને ગળે લગાવી શકે છે અને બંને જગ્યાએ સ્વીકાર્ય બને છે.”