Tuesday, June 24, 2025
More

    શશિ થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ પહોંચ્યું અમેરિકા, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે થઈ મુલાકાત

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરની (Shashi Tharoor) આગેવાની હેઠળના ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance) સાથે વોશિંગ્ટન ડીસીમાં (Washington DC) મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત-અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો, ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી.

    અહેવાલ મુજબ, આ મુલાકાતમાં શશિ થરૂરે ભારતના દૃષ્ટિકોણને અસરકારક રીતે રજૂ કર્યો અને ઑપરેશન સિંદૂરના સંદર્ભમાં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે વાર્તાલાપમાં મહત્વની સફળતા મેળવી હોવાનું જણાવ્યું. તેમણે X પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી.

    તેમણે લખ્યું હતું કે, આજે વોશિંગ્ટન ડીસીમાં અમારા પ્રતિનિધિમંડળ સાથે ઉપરાષ્ટ્રપતિ @JDVance સાથે ખૂબ સારી મુલાકાત થઈ. આતંકવાદ વિરોધી પ્રયાસોથી લઈને ટેકનિકલ સહયોગ વધારવા સુધીના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અમારી વ્યાપક ચર્ચા થઈ.”

    તેમણે ANI સાથે વાત કરતા કહ્યું હતું કે, “ઉપપ્રમુખ વેન્સ સાથેની મુલાકાત ખૂબ જ સ્પષ્ટ હતી. મધ્યસ્થીનો અર્થ બે પક્ષો વચ્ચે સમાનતા છે અને આતંકવાદીઓ અને તેમના પીડિતો વચ્ચે કોઈ સમાનતા હોઈ શકે નહીં… મને લાગે છે કે સંદેશ સ્પષ્ટ રીતે સમજાયો છે…”

    તેમણે કહ્યું કે, “ઉપપ્રમુખ વાન્સ સાથેની મુલાકાત ઉત્તમ હતી. ખૂબ જ સ્પષ્ટ. અમે મધ્યસ્થી અંગેના આ પ્રશ્ન પર અમારી સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ કરી. વાન્સ અમારા મુદ્દાઓને સંપૂર્ણપણે સમજી ગયા. મુખ્ય મુદ્દો એ છે કે મધ્યસ્થીનો અર્થ બે પક્ષો વચ્ચે સમાનતા છે અને આતંકવાદીઓ અને તેમના પીડિતો વચ્ચે, આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપનારાઓ અને બહુપક્ષીય લોકશાહી વચ્ચે કોઈ સમાનતા હોઈ શકે નહીં.”