આખરે કલકત્તા હાઇકોર્ટે (Calcutta High Court) શર્મિષ્ઠા પાનોલીને વચગાળાના જામીન આપ્યા (Sharmistha Panoli granted interim bail) છે. આ જામીન ગુરુવાર 5 જૂન, 2025ના રોજ મંજૂર કરવામાં આવ્યા હતા. કલકત્તા હાઇકોર્ટે તેમને ₹10000 ના વ્યક્તિગત બોન્ડ પર આ જામીન આપ્યા છે. સાથે જ હાઇકોર્ટે શર્મિષ્ઠાને વિદેશ પ્રવાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
Calcutta HC directs influencer Sharmistha Panoli to furnish bail bond of Rs 10,000
— Press Trust of India (@PTI_News) June 5, 2025
આ સુનાવણીનું લાઈવ પ્રસારણ પણ હાઇકોર્ટ દ્વારા અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું હતું. અગાઉ 3 મે, 2025ના રોજ હાઇકોર્ટે શર્મિષ્ઠા પાનોલીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આના કારણે આભ નહીં તૂટી પડે. પશ્ચિમ બંગાળ સરકારે કલકત્તા હાઇકોર્ટમાં પાનોલીના જામીનનો વિરોધ કર્યો હતો.
પશ્ચિમ બંગાળ પોલીસે શર્મિષ્ઠા પાનોલીની ધરપકડ કરી હતી. મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં આ ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ 30 મે, 2025ના રોજ હરિયાણાના ગુરુગ્રામથી કરવામાં આવી હતી.