Saturday, March 22, 2025
More

    ‘મંગળ સેવા’ સંકલ્પ બાદ હવે જીત અદાણીએ શાર્ક ટેન્ક ઇન્ડિયા સાથે મળાવ્યો હાથ: દિવ્યાંગ લોકોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા કરશે મદદ

    શાર્ક ટેન્ક ઇન્ડિયાએ (Shark Tank India) વિકલાંગ વ્યક્તિઓ (specially-abled individuals) અથવા તેમને ટેકો આપનારાઓમાં ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક ખાસ એપિસોડની જાહેરાત કરી છે. આ માટે જીત અદાણી (Jeet Adani) તેમની સાથે આવ્યા છે.

    પ્રેસ રિલીઝ અનુસાર, અદાણી એરપોર્ટ્સના (Adani Airports) ડિરેક્ટર જીત અદાણી (Jeet Adani) અને શાર્ક ટેન્ક ઇન્ડિયાએ ‘ગેટવે ટુ શાર્ક ટેન્ક – દિવ્યાંગ સ્પેશિયલ’ નામના ખાસ એપિસોડ માટે સહયોગ કર્યો છે, જે ક્રાંતિકારી આઈડિયા અને ઉકેલ લાવશે.

    પ્રેસ રિલીઝમાં શેર કરાયેલા એક નિવેદનમાં, જીત અદાણીએ જણાવ્યું હતું કે, “આ ક્ષેત્રમાં પરિવર્તનશીલ બનવાની ક્ષમતા છે. દિવ્યાંગ લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે આપણને વધુ ઉત્સાહી લોકોની જરૂર છે. હું શાર્ક ટેન્ક ઇન્ડિયા સાથે ભાગીદારી કરવા અને ઉદ્યોગસાહસિકોને શક્ય તેટલી રીતે આ પરિવર્તન લાવવામાં મદદ કરવા માટે ઉત્સાહિત છું.”

    વિશ્વના સૌથી નાની ઉંમરના એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર જીત અદાણી, શાર્ક ટેન્ક દ્વારા દિવ્યાંગ ઉદ્યોગસાહસિકો અને દિવ્યાંગ લોકો માટે કામ કરતા ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડી રહ્યા છે. રિલીઝ અનુસાર, ‘ગેટવે ટુ શાર્ક ટેન્ક – દિવ્યાંગ સ્પેશિયલ’ નામના એક ખાસ કાર્યક્રમમાં, જીત અદાણી અને અનુપમ મિત્તલે આ ક્ષેત્રમાં કેન્દ્રિત હસ્તક્ષેપની તીવ્ર જરૂરિયાત પર ચર્ચા કરી.

    આ પહેલા જીત અદાણી અને તેમના થવાવાળા પત્નીએ દરવર્ષે 500 દિવ્યાંગ દીકરીઓને ₹10-10 લાખ દાન કરવાનો સંકલ્પ પણ લીધો છે. નોંધનીય છે જે થોડા જ સમયમાં તેમના લગ્ન થવાના છે.