Monday, April 21, 2025
More

    ‘મુસ્લિમો માટે સંવિધાનથી પહેલા શરિયત’: આંબેડકર જયંતિ પર ઝારખંડના મંત્રી હફીઝુલ અંસારીનું એલાન, કહ્યું- અમારી છાતીમાં કુરાન

    ઝારખંડના રમતગમત અને યુવા બાબતોના તથા લઘુમતી કલ્યાણ મંત્રી હફીઝુલ હસન અંસારીએ શરિયતને સંવિધાનથી ઉપર ગણાવી દીધું છે. મહત્વની વાત એ છે કે, તેમણે આ નિવેદન બાબાસાહેબ આંબેડકરની જયંતિ પર આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, તેમના માટે શરિયત બધુ છે.

    તેમણે કહ્યું છે કે, “શરિયત અમારા માટે બધુ છે અને સૌથી ઉપર છે. અમે (મુસ્લિમો) છાતીમાં કુરાન અને હાથમાં સંવિધાન રાખીએ છીએ. અમે પહેલા શરિયતને પકડીશું. ત્યારબાદ સંવિધાનને. ઇસ્લામમાં આવું જ છે.” વધુમાં તેમણે વારંવાર પહેલા શરિયતને સ્થાન આપવાની વાત કરી હતી.

    નોંધનીય છે કે, ઝારખંડની જે ગઠબંધન સરકારમાં તેઓ મંત્રી છે. તેનો એક ભાગ કોંગ્રસ પણ છે. એક તરફ રાહુલ ગાંધી પોતાના બધા કાર્યક્રમોમાં સંવિધાનનાં બણગાં ફૂંકે છે અને બીજી તરફ તેમના જ ગઠબંધનના મંત્રીઓ આવા નિવેદન આપે છે અને તેમ છતાં પાર્ટી મૌન ધારણ કરીને બેસે છે.