Wednesday, June 25, 2025
More

    ‘જે કુર્બાની આપે, એ જ કરે સફાઈ’- હિંદુ સફાઈકર્મીઓએ બકરીદનો કચરો સાફ કરવાનો કર્યો ઇનકાર: હડતાળ પર જવાની ધમકી આપતા કહ્યું- દબાણ નહીં, કરો અમારી ધાર્મિક ભાવનાઓનું સન્માન

    ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં (Shahjahanpur) હિંદુ સફાઈ કામદારોએ (Hindu sanitation workers) બકરી ઈદ (Bakri Eid) પર પશુઓની કુર્બાની બાદ ભેગો થતો કચરો સાફ કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને એક પત્ર સુપરત કરીને જણાવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન શાહજહાંપુર, તિલ્હાર, જલાલાબાદ, પુવાઈયાન અને અન્ય નગર પંચાયતોમાં કામ કરતા હિંદુ કામદારો કુર્બાની આપવામાં આવેલ મોટા પ્રાણીઓના અવશેષો ઉપાડશે નહીં.

    કામદારોનું કહેવું છે કે જે સમુદાયે કુર્બાની આપી છે તેમણે કચરો સાફ કરવો જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો તેમને કચરો ઉપાડવા માટે દબાણ કરવામાં આવશે, તો હિંદુ સફાઈ કામદારો સમગ્ર જિલ્લામાં હડતાળ પર ઉતરશે, જેની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે.

    આ નિર્ણયથી સ્થાનિક વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે, અને આ મામલાના ઉકેલ માટે વાતચીત શરૂ થઈ ગઈ છે. કર્મચારીઓ કહે છે કે તેઓ ઇચ્છે છે કે તેમની ધાર્મિક લાગણીઓનું સન્માન કરવામાં આવે અને તેમને આ કામ કરવા માટે દબાણ ન કરવું જોઈએ.