Tuesday, March 18, 2025
More

    ‘SFJનું PM ટ્રુડો સાથે સીધું કનેક્શન, 3 વર્ષથી સંપર્કમાં’: ખાલિસ્તાની આતંકી પન્નુએ પોતે કબૂલ્યું

    પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકી સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ (SFJ) જસ્ટિન ટ્રુડોના કાર્યાલય સાથે સતત સંપર્કમાં હતું. આ ઘટસ્ફોટ ખાલિસ્તાની આતંકી અને SFJના વડા ગુરપતવંત સિંઘ પન્નુએ કેનેડિયન સરકારી ન્યૂઝ ચેનલ CBC ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કર્યો છે.

    ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ અંગે ગુરપતવંત સિંઘ પન્નુએ જણાવ્યું હતું કે, “Sikhs for Justice છેલ્લા 2-3 વર્ષથી જસ્ટિન ટ્રુડોની ઓફિસના સંપર્કમાં છે.” પન્નુના આ ખુલાસાથી ભારતના આરોપોને મજબૂતી મળી છે કે, કેનેડા સતત ખાલિસ્તાની આતંકવાદીઓને પોષણ આપી રહ્યું છે અને તેનો ઉપયોગ ભારતવિરોધી ગતિવિધિઓ માટે કરી રહ્યું છે.

    નોંધવા જેવું છે કે, કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો આ સમયે ખૂબ જ નીચલા સ્તરે પહોંચી ગયા છે. ભારતે કેનેડાના હાઇકમિશનરને દેશમાંથી હાંકી કાઢ્યા છે અને પોતાના હાઇકમિશનરને પણ પરત બોલાવી લીધા છે. ભારતે કેનેડાની આ હરકતને જસ્ટિન ટ્રુડોનો રાજકીય એજન્ડા ગણાવ્યો છે.