મણિપુરમાં (Manipur) સુરક્ષાદળોએ સોમવારે (11 નવેમ્બર) એક મોટુ ઓપરેશન હાથ ધરી ઓછામાં ઓછા 11 હથિયારધારી કૂકી આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ જીરીબામ જિલ્લાના બોરો બેકરામાં આવેલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે લગભગ 3.30 વાગ્યે, આતંકીઓએ જીરીબામના બોરોબેકરામાં CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો.
🚨
— Aditya 🇮🇳 (@ShadowOps_21) November 11, 2024
Big breaking coming from #Manipur.
In Jiriban, Security forces eliminated 10-11 Kuki Militants, reportedly 02 CRPF jawans too injured in the op. pic.twitter.com/2SVNzLC1rc
કૂકી આતંકીઓના હુમલાનો જવાબ આપતાં સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી અને એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 11 કૂકી આતંકીઓને ઠાર માર્યા હતાં. આ ઓપરેશનમાં CRPFના એક જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી 4 SLR (સેલ્ફ લોડેડ રાઈફલ), 3 AK-47, એક RPG (રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ) અને અન્ય હથિયારો તથા દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.