Sunday, March 23, 2025
More

    જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા: બે સૈનિકો પણ ઘાયલ

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં (Kulgam, Jammu and Kashmir) સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે. વાસ્તવમાં, સુરક્ષા દળો આતંકવાદીઓને ખતમ કરવા માટે ઘાટીમાં સઘન આતંકવાદ વિરોધી ઓપરેશન (anti-terror operations) ચલાવી રહ્યા છે. દરમિયાન, સેનાને ઈનપુટ મળ્યો હતો કે કુલગામ જિલ્લાના બેહીબાગ પીએસના કદ્દેર ગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. સેનાએ (Indian Army) જ્યારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું તો આતંકીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

    આ પછી સેનાએ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા (killed 5 terrorists) હતા. એન્કાઉન્ટર બાદ સુરક્ષાદળો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે (Chinar Corps) સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. તાજેતરના સમયમાં સુરક્ષા દળોએ અન્ય ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા છે.