Wednesday, March 5, 2025
More

    છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઑપરેશન: બીજાપુરમાં અથડામણ દરમિયાન 12 નક્સલીઓ ઠાર, 2 જવાનો થયા બલિદાન

    છત્તીસગઢમાં સુરક્ષાદળોનું એન્કાઉન્ટર તેજીથી આગળ વધી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, રવિવારે (9 ફેબ્રુઆરી) હિંસાગ્રસ્ત બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં પ્રતિબંધિત નક્સલી સંગઠન ભાકપાના (માઓવાદી) 12 નક્સલવાદીઓઓ ઠાર થયા છે. છત્તીસગઢ પોલીસે આ વિશેની જાણકારી આપી છે.

    પોલીસે જણાવ્યું છે કે, અથડામણમાં તે સુરક્ષાકર્મીઓ પણ બલિદાન થયા છે અને અન્ય જવાન પણ ઘાયલ થયા છે. ઘાયલ થયેલા જવાનોને તાત્કાલિક સારવાર હેઠળ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમને ઘટનાસ્થળેથી હેલિકોપ્ટર દ્વારા રાયપુર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

    એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આ અથડામણ સવારે ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારના જંગલમાં થઈ હતી. આ દરમિયાન વિભિન્ન સુરક્ષાદળોની ટીમ નક્સલ વિરોધી અભિયાન માટે નીકળી હતી. તેમણે કહ્યું છે કે, પ્રારંભિક માહિતી અનુસાર, અથડામણમાં 12 નક્સલીઓ ઠાર થયા છે.

    વધુમાં તેમણે કહ્યું છે કે, ઘટનાસ્થળે વધુ સુરક્ષાદળોને પહોંચાડવામાં આવ્યા છે અને નક્સલવાદીઓની શોધખોળ ચાલુ છે.