Saturday, November 2, 2024
More

    દિલ્હી: CRPF સ્કૂલ પાસે બ્લાસ્ટ બાદ તપાસ માટે પહોંચી NIA-NSG, કારણ હજુ અકબંધ 

    રવિવારે (20 ઑક્ટોબર) સવારે દિલ્હીમાં (Delhi) CRPF (સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ) શાળા નજીક એક બ્લાસ્ટ (Blast) સંભળાયો હતો, જે મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. 

    બ્લાસ્ટ કયા કારણોસર થયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ તપાસ માટે NSG, NIA અને દિલ્હી પોલીસની ટીમ સ્થળ પર છે અને FSLની પણ મદદ લેવામાં આવી રહી છે. 

    ઘટનાને નજરે જોનારે કહ્યું કે, એક બ્લાસ્ટ થયા બાદ લગભગ દસેક મિનિટ સુધી હવામાં ધુમાડો રહ્યો હતો. અમને લાગે છે કે તે સિલિન્ડર બ્લાસ્ટ હોવો જોઈએ.

    જાણવા મળ્યા અનુસાર, બ્લાસ્ટના કારણે આસપાસનાં અમુક ઘરોના કાચ પણ તૂટી ગયા હતા તો અમુક ગાડીને પણ નુકસાન થયું. જોકે, કોઈને ઈજા કે જાનહાનિ થયાના સમાચાર નથી. 

    જોકે, એજન્સીઓ હજુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી અને મામલાની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં ઘટનાસ્થળ પરથી કોઈ સંદિગ્ધ સામગ્રી મળી આવી નથી.