2 એપ્રિલે સંસદમાં વક્ફ સુધારા બિલ (Waqf Amendment Bill) રજૂ થઈ રહ્યું છે, ત્યારે દેશમાં અમુક લોકો આ બિલનો વિરોધ પણ કરી રહ્યા છે. અમદાવાદમાં સીદી સૈયદની જાળી પાસે પ્રતિબંધિત આતંકી સંગઠન PFIની રાજકીય પાંખ SDPIના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
SDPIના કાર્યકર્તાઓનો દાવો છે કે આ બિલ સંવિધાન વિરોધી છે. પોસ્ટર અને બેનરો લઈને રસ્તા પર ઉતરીને SDPIના લોકો વિરોધ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે આ બિલ લાગુ કરીને સરકાર વક્ફની જમીન હડપી લેવા માંગે છે.
-વકફ સુધારા વિધેયકને લઈ અમદાવાદમાં વિરોધ
— Gujarat First (@GujaratFirst) April 2, 2025
-SDPIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો
-સીદ્દી સૈયદની જાળી પાસે દેખાવ કરી વિરોધ નોંધાવ્યો
-દેખાવો કરી રહેલ કાર્યકરોની પોલીસે કરી અટકાયત
-બિલ સંવિધાન વિરોધી હોવાનો પણ SDPIના કાર્યકરોનો દાવો@AhmedabadPolice #WaqfBill #Ahmedabad… pic.twitter.com/GddhvLeKSu
નોંધનીય છે કે આ લોકોએ રસ્તાઓ પર ઉતરીને હોબાળો મચાવ્યો હતો, ધક્કા-મુક્કી કરી હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે લગાવેલા બેરીકેડ્સ પણ તોડવાનો પ્રયત્ન આ લોકોએ કર્યો હતો. ત્યારે પોલીસે આ લોકોની અટકાયત કરી હતી.
નોંધનીય છે કે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાને (SDPI) પ્રતિબંધિત આતંકી સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની (PFI) રાજકીય પાંખ માનવામાં આવે છે. પાછલા કેટલાક સમયમાં એવા મામલા સામે આવ્યા છે જે જોતા આ સંગઠન ગુજરાતમાં પણ એક્ટિવ થઈ રહયું હોવાનું ધ્યાને આવી રહ્યું છે.
આ પહેલાં પણ SDPIના કાર્યકર્તાઓ દેશવિરોધી કે આતંકી કૃત્યો કરતા પકડાઈ ચૂક્યા છે. ગુજરાતના વડોદરામાં પણ PFI સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડ થઈ ચૂકી છે. PFI પ્રતિબંધિત આતંકી સંગઠન છે.