Monday, March 10, 2025
More

    બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ સંત પર ઇસ્લામિક સરકારની કાળી નજર: સંત મહારાજ સ્વરૂપ દાસજી બાબાજીને કરાયા ડિટેઇન

    બાંગ્લાદેશમાં સતત પરિવર્તન બાદ સતત હિંદુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ISKCONના સાધુ અને અગ્રણી હિંદુ આગેવાન ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હવે બુધવારે અન્ય એક હિંદુ આગેવાન સંત મહારાજ સ્વરૂપ દાસજી બાબાજીને બાંગ્લાદેશ પોલીસે ડિટેઇન કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

    સોશિયલ મીડિયા મારફતે જે માહિતી મળી રાઈ છે એ મુજબ બાંગ્લાદેશ પોલીસે બુધવારે મોડી રાતે અન્ય એક અગ્રણી હિંદુ નેતા સંત મહારાજ સ્વરૂપ દાસ બાબાજીની અટકાયત કરી હતી. નોંધનીય છે કે શિકારપુર હટાજારીમાં ગૌરાંગબારીના આચાર્ય છે.

    X પર આ બાબતે ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોએ હિંદુ નેતાઓને ઇરાદાપૂર્વકનું નિશાન બનાવવું એ હિંદુ એકતાને નબળી પાડવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે આ પહેલા ISKCONના સંતની પણ આ રીતે જ ધરપકડ કરવામાં આવી હતી.