Tuesday, March 18, 2025
More

    સંજીવ ખન્ના ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ, 11 નવેમ્બરે શપથ

    સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ (Chief Justice of India) હશે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે તેમના નામની ભલામણને ઔપચારિક મંજૂરી આપી છે. 

    આ પહેલાં વર્તમાન CJI ડીવાય ચંદ્રચૂડે કાયદા મંત્રાલયને એક ભલામણ મોકલીને પોતાના અનુગામી તરીકે જસ્ટિસ ખન્નાનું નામ મોકલ્યું હતું. 

    કેન્દ્ર સરકારે તેને સ્વીકારી લઈને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલ્યું હતું, જેમણે સંજીવ ખન્નાને આગામી સીજેઆઈ નીમ્યા છે, જે આદેશ 11 નવેમ્બરથી અમલમાં આવશે. આ જ દિવસે તેઓ પદ અને ગોપનીયતાના શપથ લેશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે ડીવાય ચંદ્રચૂડ 10 નવેમ્બર, 2024ના રોજ વયનિવૃત્ત થશે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહ્યો. જોકે, જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ માત્ર છ મહિનાનો રહેશે. તેઓ મે, 2025માં નિવૃત્ત થઈ રહ્યા છે.