Monday, March 10, 2025
More

    સંજીવ ખન્ના બન્યા દેશના 51મા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ: PM મોદી, ડીવાય ચંદ્રચૂડ પણ રહ્યા ઉપસ્થિત

    જસ્ટિસ સંજીવ ખન્નાએ (Sanjiv Khanna) સોમવારે (11 નવેમ્બર) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં સંજીવ ખન્નાને પદઆ શપથ લેવડાવ્યા છે. આ દરમિયાન ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચૂડ પણ હાજર રહ્યા હતા. સંજીવ ખન્નાના નામની ભલામણ પણ ડીવાય ચંદ્રચૂડે કરી હોવાનું સામે આવ્યું છે.

    ડીવાય ચંદ્રચૂડ 65 વર્ષની વયે 10 નવેમ્બર, 2024ના રોજ CJIના પદ પરથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ હવે સોમવારે જસ્ટિસ સંજીવ ખન્નાના શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

    આ ઉપરાંત કેબિનેટ મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. હવે ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સંજીવ ખન્ના સેવા આપશે.