ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સરવે દરમિયાન થયેલી હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે તો બીજી તરફ બે વ્યક્તિઓનાં મોત થયાં હોવાની પણ જાણકારી મળી રહી છે.
કોર્ટના આદેશ બાદ સરવે કરનારી એક ટીમ મસ્જિદ પાસે પહોંચી ત્યારે ત્યાં મુસ્લિમોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું અને મજહબી નારાબાજી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો અને અમુક વાહનો પણ ફૂંકી મારવામાં આવ્યાં.
પથ્થરમારામાં અમુક પોલીસ અધિકારીઓને ઈજા પહોંચી છે. બીજી તરફ, ગોળીબારમાં બે વ્યક્તિઓનાં મોત થયાં હોવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે. ઘટના બાદ DIG અને IG પણ સ્થળ પર પહોંચ્યા હતા. હાલ પોલીસ સ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
નોંધનીય છે કે આ પહેલાં 19 નવેમ્બરના રોજ પણ કોર્ટનો સરવે થયો હતો. ત્યારબાદ 24મીએ ફરી સરવે થતાં મુસ્લિમ ટોળું ઉશ્કેરાઈ ગયું અને પોલીસ પર હુમલો કરી દીધો હતો.