Monday, March 24, 2025
More

    સંભલમાંથી મળી આવેલી વાવના નિરીક્ષણ માટે પહોંચી ASIની ટીમ, હાથ ધર્યો સરવે: ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું દોઢસો વર્ષ જૂનું બાંધકામ

    તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સંભલમાં ખોદકામ દરમિયાન એક વાવ મળી આવી હતી. જે લગભગ દોઢસો વર્ષ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા (ASI)ની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. 

    ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ASIની એક ટીમ સંભલ પહોંચી હતી, જ્યાં વાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અહીં તેમણે નિરીક્ષણ હાથ ધર્યું. અધિકારીઓ ફોટોગ્રાફ લેતા અને પ્રાથમિક તપાસ કરતા નજરે પડે છે. 

    ઉલ્લેખનીય છે કે આ વાવ ગત રવિવારે (22 ડિસેમ્બર) મળી આવી હતી. ખોદકામ દરમિયાન તેના અવશેષો જોવા મળ્યા. ત્યારબાદ વધુ ખોદકામ કરવામાં આવ્યું તો ઐતિહાસિક વાવ મળી આવી હતી. હાલ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. 

    જિલ્લા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, વાવ દોઢસો વર્ષ જૂની હોય શકે છે. પહેલાં અહીં હિંદુ બહુમતી હતી, પરંતુ હવે મુસ્લિમ બહુલ વિસ્તાર બની ગયો છે. હવે ASIની મદદ લઈને જાણવામાં આવે કે બાંધકામ કેટલાં વર્ષ જૂનું છે.