સોશિયલ મીડિયા પર સંભલની એક મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તાજેતરની મસ્જિદના સરવે વખતે થયેલા પથ્થરમારાની ઘટનાને ઉલ્લેખીને કહે છે કે, તેઓ માત્ર પથ્થર જ તો મારી રહ્યા હતા, જાનથી મારી નાખવાના ન હતા!
‘રાજધર્મ’ નામની યુ-ટ્યુબ ચેનલની એક મહિલા પત્રકાર સાથે વાતચીત કરતી વખતે મુસ્લિમ મહિલાએ આ વાત કહી હતી, જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
“पथराव ही तो कर रहे थे, कोई तुम्हे जान से थोड़ी मार रहे थे”
— Politics Pe Charcha (@politicscharcha) November 27, 2024
-मुस्लिम महिला pic.twitter.com/Rwjf7eiryN
પત્રકાર મહિલાને પથ્થરમારા વિશે પૂછે છે ત્યારે તે કહે છે, “પથરાવ હી તો કર રહે થે, કોઈ તુમ્હે જાન સે થોડી માર રહે થે.’
નોંધનીય છે કે ગત રવિવારે (24 નવેમ્બર) ઉત્તર પ્રદેશના સંભલમાં કોર્ટના આદેશથી જામા મસ્જિદનો સરવે કરવા માટે પહોંચેલી અધિકારીઓની ટીમ પર સ્થાનિક મુસ્લિમોએ હુમલો કરી દીધો હતો અને વાહનો પણ ફૂંકી માર્યાં હતાં. ત્યારબાદ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
ઉત્પાત મચાવનારાઓએ ગોળીબાર પણ કર્યો હતો, જેમાં 4નાં મોત થયાં હતાં. જવાબમાં પોલીસે પણ કાર્યવાહી કરી હતી. હાલ આ મામલે અનેક FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.