ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) મસ્જિદના સરવેના આદેશ બાદ મસ્જિદ સમિતિ સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી છે અને સિવિલ કોર્ટના આદેશ પર રોક લગાવવા માટે માંગ કરી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ શુક્રવારે (29 નવેમ્બર) કેસની સુનાવણી હાથ ધરશે.
સંભલમાં શાહી જામા મસ્જિદના સ્થાને મંદિર હોવાની દલીલ કરતી હિંદુ પક્ષની અરજી પર સ્થાનિક કોર્ટે વિડીયોગ્રાફી સરવે કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 19 નવેમ્બરના રોજ પહેલા તબક્કાનો સરવે થયો પણ હતો. પરંતુ ત્યારબાદ 24 નવેમ્બરના રોજ ટીમ ફરીથી પહોંચતાં મુસ્લિમ ટોળાંએ પૂર્વનિયોજિત કાવતરું રચીને હુમલો કરી દીધો હતો.
હવે મસ્જિદ સમિતિ સ્થાનિક કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ પહોંચી છે અને એકપક્ષીય-વચગાળાનો આદેશ પસાર કરવા માટેની માંગ કરી છે. અરજીમાં દલીલ કરવામાં આવી કે મસ્જિદ 16મી સદીથી અહીં સ્થિત છે અને મુસ્લિમો દ્વારા ‘પ્લેસ ઑફ વર્શિપ’ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
મસ્જિદ સમિતિની દલીલ છે કે કોર્ટે ઉતાવળમાં આદેશ પસાર કર્યો હતો અને યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું નથી.