Friday, February 21, 2025
More

    મસ્જિદ પરથી લાઉડ સ્પીકર કાઢી લેવાતા, મૌલાનાએ છાપરે ચડી પોકારી અજાન: સંભલથી સામે આવ્યો જુમ્માની નમાઝનો વિડીયો

    યુપીના સંભાલમાં, સરકારી આદેશ મુજબ મસ્જિદ (Sambhal Masjid) પરથી લાઉડસ્પીકર દૂર કર્યા પછી, શુક્રવારની અઝાન લાઉડસ્પીકર (loudspeaker)વિના કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, એક મસ્જિદ કર્મચારી મસ્જિદની ટોચ પર જાતે જ જોર જોરથી નમાઝ પઢતો જોવા મળ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને ગયા વર્ષે સંભાલ હિંસા પછી આ આદેશનો કડક અમલ કરવામાં આવ્યો હતો. આ પહેલા ડિસેમ્બર 2024માં, એક મૌલાનાની અટકાયત કરવામાં આવી હતી અને અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

    24 નવેમ્બરના રોજ, સંભાલામાં જામા મસ્જિદમાં કોર્ટ દ્વારા ફરજિયાત સર્વેક્ષણના બીજા રાઉન્ડ દરમિયાન, એક મુસ્લિમ ટોળું મસ્જિદની બહાર એકત્ર થયું અને હિંસા કરી હતી. તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો, પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો અને વાહનો અને દુકાનોને આગ ચાંપી દીધી હતી.