ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) આવેલી જનેટા દરગાહમાં (Janeta Dargah) ગેરકાયદે હોસ્પિટલ (Illegal Hospital) ચાલતી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગે આ હોસ્પિટલને સીલ કરીને તેની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. હવે સામે આવ્યું છે કે આ હોસ્પિટલ પર બુલડોઝર એક્શન થઈ શેક છે.
Zee ન્યુઝના અહેવાલ અનુસાર દરગાહના સૈયદ શાહિદ મિયાં વિરુદ્ધ નોડલ અધિકારીના પત્રના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે જ્યારે જનેટા દરગાહની વક્ફ સંપત્તિની તપાસ થઈ રહી હતી તે દરમિયાન સામે આવ્યું હતું કે દરગાહ કમિટીના લોકો વક્ફ સંપત્તિ પર કબજો કરીને તેનો વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા હતા.
संभल के दरगाह में अवैध अस्पताल के खुलासे के बाद अब बुलडोज़र एक्शन की तैयारी #Sambhal #IllegalHospital | #ZeeNews @thakur_shivangi pic.twitter.com/KbN0y8wCRw
— Zee News (@ZeeNews) April 21, 2025
આ ઘટનાની શરૂઆત સીએમ પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદથી થઈ હતી, જેના આધારે વહીવટી ટીમે દરગાહની જમીન અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ હોસ્પિટલ બિન-નોંધાયેલ હતી અને તેમાં એક્સપાયરી દવાઓનો ઉપયોગ થતો હતો.
ત્યારે સ્વાસ્થ્ય વિભાગે હોસ્પિટલમાંથી આવી દવાઓ જપ્ત કરી અને આગળની કાર્યવાહી માટે કેસ નોંધ્યો હતો. આ હોસ્પિટલ બિન-અધિકૃત રીતે ચાલતી હોવાનું જાણવા મળ્યું, જેના કારણે સ્થાનિક વહીવટે તેને તાત્કાલિક બંધ કરાવી હતી.