Saturday, April 12, 2025
More

    અખિલેશે ગૌશાળાને ગણાવ્યું ‘ગંદકીનું ઘર’, તો કોંગ્રેસ અનુસાર હિંદુ સંતો ‘રખડતા સાંઢ’: ભાજપદ્વેષમાં વિપક્ષી દળો કરી રહ્યા છે સનાતનની આસ્થાનું અપમાન

    સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને કોંગ્રેસ (Congress) સહિતના વિપક્ષીદળો ભાજપ (BJP) પર પ્રહાર કરવાની કોઈ તક ચૂકી નથી રહ્યા. પરંતુ વિપક્ષી નેતાઓને એ નથી સમજાઈ રહ્યું કે, ભાજપના અંધવિરોધમાં તેઓ સનાતનની (Sanatan) શ્રદ્ધા, આસ્થા અને તેને માનતા કરોડો હિંદુઓનું પણ અપમાન કરી રહ્યા છે.

    તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે એક અપમાનજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “…તેમને (ભાજપને) દુર્ગંધ ગમે છે તેથી તેઓ ગૌશાળા બનાવી રહ્યા છે, અમને સુગંધ ગમતી હતી તેથી અમે ઈતર પાર્ક બનાવી રહ્યા હતા. શું સરકાર બળદોને પકડી રહી છે કે નહીં? તેઓ તેના માટેના પૈસા પણ ખાઈ રહ્યા છે.”

    બીજી તરફ મધ્યપ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. રાજેન્દ્ર કુમાર સિંઘે સાધુઓ, સંતો અને મહામંડલેશ્વરોની તુલના બળદ સાથે કરી દીધી હતી. બુધવારે સતનામાં જિલ્લા સ્તરીય કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠકને સંબોધતા તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

    તેમણે કહ્યું હતું કે, “આમને સાધુ- સંન્યાસી, બાબા-વૈરાગી અને મહામંડલેશ્વરોને છોડી દીધા છે જનતાની વચ્ચે, કે જાઓ પ્રવચન કરો, ભાજપનો પ્રચાર કરો, હિંદુત્વની વાત કરો, સનાતનની વાત કરો અને આ ‘સાંઢ’ ચરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈને.”