Saturday, March 15, 2025
More

    ‘હલકે મેં લિયા તો… બાબા સિદ્દીકી સે બુરા હોગા હાલ’: સલમાન ખાનને મળી વધુ એક ધમકી

    બાબા સિદ્દીકીના (baba siddique) મોત બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને (Salman Khan) ફરી એકવાર ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એક મેસેજ આવ્યો છે, જેમાં સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગના કોઈ કથિત નજીકના વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી છે.

    ધમકી આપનારે કહ્યું છે કે તે ઇચ્છે છે કે સલમાન ખાન સાથે લોરેન્સ બિશ્નોઈની (Lawrence Bishnoi) તેની લાંબા સમયથી દુશ્મનાવટનો અંત લાવે, આ માટે તેણે ₹5 કરોડની માંગણી કરી છે. સાથે જ તેણે ધમકી આપી છે કે સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે.

    ધમકીમાં કહેવાયું છે કે, ‘આને હળવાશથી ન લો, જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે, તો તેણે ₹5 કરોડ ચૂકવવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.’ તાજી જાણકારી મુજબ હવે મુંબઈ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.