Monday, March 24, 2025
More

    હિંદુ મંદિરની બહાર તલવાર લહેરાવતો જોવા મળ્યો સજાદ ખાન: હોળીને ‘લોહિયાળ નરસંહાર’માં ફેરવવાની આપી ચૂક્યો છે ધમકી

    સોમવારે એટલે કે માર્ચના રોજ, સજાદ ખાન (Sajad Khan) નામના મુસ્લિમ યુવકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે એક હિંદુ મંદિરની બહાર તલવાર લહેરાવતો જોવા મળ્યો હતો. આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં ‘એકવારમાં બધા ઝઘડા પતાવી દેવાની’ વાત કરતું ગીત વાગી રહ્યું છે.

    ખાને મૂળ વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ‘@sajadkhan5892’ પર અપલોડ કર્યો હતો, જ્યાં તેના 3.3K ફોલોઅર્સ છે. તે એક હિંદુ મંદિરની બહાર તલવાર લઈને પોઝ આપે છે અને તેને ખતરનાક રીતે ફેરવે છે.

    ખાનના ઉશ્કેરણીજનક વિડીયો સાથે એક ગીત પણ હતું, જેના શબ્દો હતા, “એક બાર મેં મીટ જાએગા હર બાર કા ઝઘડા, ઉસ પાર સે ઇસ પાર બુલાઉ કયા અલી કો?”

    અગાઉ, સજાદ ખાને હિંદુ તહેવાર હોળીને ‘લોહિયાળ હત્યાકાંડ’માં ફેરવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

    “…આપણે એટલું બધું લોહી વહેવડાવીશું કે તેમની પાસે શોક કરવા માટે કંઈ બચશે નહીં… પ્યારા મુસ્લિમો, તમારે એક થવું જોઈએ. તે પછી, તેમને (હિંદુઓને) ન તો પાણી મળશે કે ન તો તેમનો પરસેવો,” મુસ્લિમ યુવકે ખંજર લહેરાવતા ધમકી આપી હતી.