Sunday, March 16, 2025
More

    ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાયો: 28માંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ, BJP બહુમતી પાર

    ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની (Local Body Election) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતી કાલે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે. તેવામાં કચ્છની ભચાઉ (Bhachau) નગરપાલિકાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં ભાજપના (BJP) મોટાભાગના ઉમેદવારો બિનહરીફ થયા (Unopposed) છે.

    તાજી જાણકારી મુજબ 28માંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો હાલ પૂરતા બિનહરીફ જાહેર થયા છે. સોમવારે અહીં કોંગ્રેસના 11 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. ભચાઉ નગરપાલિકામાં કુલ 28 બેઠકો છે, જેમાં બહુમતી માટે 15 બેઠકો મેળવવી જરૂરી હોય છે.

    21 જાન્યુઆરીના રોજ પાલિકાની સામાન્ય અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઇ હતી. રાપર અને ભચાઉ પાલિકામાં લાંબા સમયથી વહીવટદારનું શાસન હતું. રાપર અને ભચાઉ નગરપાલિકાના 7-7 વોર્ડની 28 બેઠકો અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે.