હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ થઈ રહ્યું છે, જે વર્ષ 2026માં પૂરું થાય એવી શક્યતા છે. જેના કારણે 9 નવેમ્બર, 2024 પછી ગાંધી આશ્રમ રોડ કાયમી માટે બંધ થઈ જશે. આ રસ્તો બંધ કરતાં પહેલાં એક રૂટ શરૂ કરવામાં આવ્યો છે. આ રસ્તા દ્વારા લોકો ગાંધી આશ્રમની મુલાકાત લઈ શકશે.
આ ઉપરાંત ગાંધી આશ્રમ જવા માટે હાલ બે નવા પાર્કિંગ પ્લોટ પણ બનાવી દેવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાંથી જ સીધો આશ્રમમાં જવા માટે રસ્તો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. નવેમ્બર માસના બીજા સપ્તાહમાં સરકાર સાથે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ મુદ્દે બેઠક યોજાશે, મુખ્યમંત્રી સાથે યોજાનારી બેઠકમાં ગાંધી આશ્રમમાં સત્તાધીશો પણ હાજર રહેશે.