Monday, April 7, 2025
More

    રાહુલ ગાંધીની બેઠકમાં હોબાળો, કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક યુવક પર કર્યો હુમલો: નેતાએ પણ મારી થપ્પડ, કારણ- ‘વક્ફ બિલનું સમર્થન કરો’ના પોસ્ટર સાથે આવ્યો હતો પીડિત

    રાહુલ ગાંધીએ (Rahul Gandhi) 7 એપ્રિલની બપોરે 3 વાગ્યે પટનાના (Patna) સદાકત આશ્રમ ખાતે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન, સભા ખંડની બહાર ઝગડો થયો હતો. આરાના રામબાબુ યાદવ વક્ફ બિલના સમર્થનનું પોસ્ટર લઈને ત્યાં પહોંચી ગયા હતા.

    પોસ્ટરમાં લખ્યું હતું ‘રાહુલ ગાંધી વક્ફ બિલ કા સમર્થન કરે’. આ જોઈને કોંગ્રેસના સમર્થકોએ રામ બાબુ યાદવને સદકત આશ્રમમાંથી બહાર કાઢી મુક્યા હતા. રામબાબુ યાદવે કહ્યું કે તેઓ ફક્ત એટલી જ માંગ કરી રહ્યા છે કે વક્ફ બિલ દેશના હિતમાં છે. તેથી, રાહુલ ગાંધીએ આ બિલને સમર્થન આપવું જોઈએ.

    તેમના જણાવ્યા અનુસાર આ પોસ્ટર લઈ જવાના કારણે કોંગ્રેસના સમર્થકો તેમને બળજબરીથી ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો. જેમાં દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ એક વ્યક્તિ સાથે મારપીટ કરી રહ્યા છે. આ મારપીટમાં કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓ પણ સામેલ હતા.