Tuesday, April 15, 2025
More

    જમીન કૌભાંડ મામલે ED ઓફિસ પહોંચ્યા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા: બે સમન્સ બાદ હાજર થયા એજન્સી સામે

    હરિયાણા શિકોહપુર જમીન કૌભાંડ મામલે (Land Scam) સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા (Robert Vadra) મંગળવારે (15 એપ્રિલ) ED ઓફિસમાં હાજર થયા છે. એજન્સીએ આ કેસ મામલે તેમને હાજર થવા માટે સમન્સ મોકલ્યા હતા. બીજી વખત તેડું મોકલ્યા બાદ વાડ્રા હાજર થયા હતા. માહિતી અનુસાર, એજન્સી PMLA હેઠળ વાડ્રાનું નિવેદન નોંધશે.

    આ પહેલાં 8 એપ્રિલના રોજ વાડ્રાને એજન્સીએ સમન્સ મોકલ્યું હતું, પરંતુ તેઓ એજન્સી સમક્ષ હાજર થયા નહોતા. જોકે, આ મામલે EDએ દરેક વિપક્ષી નેતાઓની જેમ EDના દુરુપયોગની વાતો કરી હતી અને કહ્યું હતું કે, EDનો ઉપયોગ તેમની વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, તેઓ ધરપકડ માટે પણ તૈયાર છે.

    નોંધનીય છે કે, એજન્સીએ શિકોહપુર જમીન કૌભાંડ મામલે રોબાર્ડ વાડ્રાને તેડું મોકલ્યું હતું. એજન્સીએ શંકા છે કે, વાડ્રાએ મની લોન્ડરિંગ કરી હતી. વાડ્રાની કંપની સ્કાઈલાઇટ હોસ્પિટેલિટી પ્રાઇવેટ લિમિટેડને ગુરુગ્રામમાં 3.53 એકર જમીન ₹7.50 કરોડની કિંમર પર કોલોની ડેવલપ કરવા માટે આપવામાં આવી હતી.