Friday, January 31, 2025
More

    RG કર રેપ-મર્ડર કેસમાં આરોપી સંજય રૉય ગુનેગાર ઠેરવાયો, 20 જાન્યુઆરીએ સજાનું એલાન કરશે CBI કોર્ટ

    કોલકાતાની RG કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં મહિલા ટ્રેની ડોક્ટર સાથે થયેલા બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. ઑગસ્ટ, 2024ના આ કેસમાં પાંચ મહિના બાદ કોર્ટે ચુકાદો આપીને એકમાત્ર આરોપી સંજય રૉયને દોષી ઠેરવ્યો છે. 

    કેસની તપાસ CBI કરી રહી હતી અને કેસ સિયાલદાહની સ્પેશિયલ CBI કોર્ટમાં જ ચાલી રહ્યો હતો. ગત નવેમ્બરમાં એજન્સીએ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સતત સુનાવણી બાદ જાન્યુઆરીના આરંભમાં કોર્ટે ચુકાદો અનામત રાખીને જાહેર કરવાની તારીખ 18 જાન્યુઆરી નક્કી કરી હતી. 

    18 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે આરોપી સંજયને કોર્ટમાં લાવવામાં આવ્યો. અહીં કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો. જજ અનિર્બાન દાસે સંજયને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (રેપ), 66 (મૃત્યુનું કારણ બનવા માટે સજા) અને 103 (હત્યા) હેઠળ દોષી ઠેરવ્યો છે. 

    કોર્ટે હાલ સજાનું એલાન કર્યું નથી. આ એલાન 20 જાન્યુઆરીના રોજ થશે. કોર્ટે તેને ફરી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.