Tuesday, February 4, 2025
More

    ‘મારે પણ ત્રણ દીકરીઓ છે, પીડા સમજી શકું છું’: RG કર કેસના ગુનેગાર સંજયની માતાએ કહ્યું- ફાંસીએ લટકાવી દેવામાં આવે તો પણ અમને મંજૂર

    તાજેતરમાં કોલકાતાની સ્પેશિયલ CBI કોર્ટે RG કર હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટરના રેપ અને મર્ડર કેસ મામલે એકમાત્ર આરોપી સંજય રૉયને ગુનેગાર ઠેરવ્યો હતો. હવે તેની માતાનું નિવેદન સામે આવ્યું છે. 

    સંજયની માતાએ કહ્યું કે, “મારી પણ ત્રણ દીકરીઓ છે. હું તેમની (મૃતકાના માતા-પિતા) પીડા સમજી શકું છું.”

    તેમણે એમ પણ કહ્યું કે, “સંજય જે સજા મળવી જોઈએ એ મળવી જ જોઈએ. જો કોર્ટ કહે કે તેને ફાંસીએ લટકાવવામાં આવે તોપણ મને મંજૂર છે.”

    સંજય રૉયની બહેને પણ કહ્યું કે, “મારા ભાઈએ જે કર્યું છે એ ભયાનક કૃત્ય છે. આ કહેતાં મને ખૂબ પીડા થાય છે પણ તેણે જે કાંઈ કર્યું છે તે બદલ તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. પીડિત પણ એક મહિલા હતી.”

    નોંધનીય છે કે સંજય છેલ્લા પાંચ મહિનાથી કસ્ટડીમાં છે. તેની માતા કે બહેન એક પણ વખત તેને મળવા માટે ગયા નથી. 

    કોર્ટે સંજય રૉયને રેપ અને મર્ડર માટે દોષી ઠેરવ્યો છે. 20 જાન્યુઆરી, સોમવારે સજાનું એલાન કરવામાં આવશે.