Tuesday, March 18, 2025
More

    યુપી પેટાચૂંટણી પરિણામ: 9 વિધાનસભા બેઠકોમાંથી છ પર ભાજપની તો એક પર RLDની લીડ, માત્ર બે સીટો પર સમાજવાદી પાર્ટી આગળ

    મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે અનેક રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ પણ જાહેર થઈ રહ્યા છે. તેવામાં ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) 9 વિધાનસભા બેઠકોના પરિણામ (Results of by-elections to Assembly seats) પણ જાહેર થઈ રહ્યા છે.

    ચૂંટણી પંચના તાજા આંકડા અનુસાર, યુપીની 9 વિધાનસભા બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપ આગળ છે અને એક પર NDAની સહયોગી રાષ્ટ્રીય લોકદળ આગળ છે. આ સાથે જ માત્ર બે વિધાનસભા બેઠકો પર જ સમાજવાદી પાર્ટી (SP) આગળ જોવા મળી રહી છે.

    ભાજપની વાત કરવામાં આવે તો ફૂલપુર, ગાઝિયાબાદ, મઝવાન, ખેર, કુંદરકી અને કટહરી બેઠકમાં તેને સારી લીડ મળી રહી છે. બીજી તરફ તેની સહયોગી પાર્ટી રાષ્ટ્રીય લોકદળ (RLD) મીરાપુર બેઠક પર આગળ વધી રહી છે. બીજી તરફ વિપક્ષી સમાજવાદી પાર્ટી કરહલ અને સીશામાઉમાં આગળ પડતી દેખાઈ રહી છે.