Wednesday, March 12, 2025
More

    એરટેલ બાદ હવે Reliance Jioએ કર્યો ઈલોન મસ્કની સ્ટારલિંક સાથે કરાર: ભારતમાં સેટેલાઈટથી મળશે ઈન્ટરનેટ

    મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની Reliance Jioએ ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા માટે ઈલોન મસ્કની સ્ટારલિંક સાથે ભાગીદારી કરવાની જાહેરાત કરી છે. આ ઘોષણા એરટેલ દ્વારા કરવામાં આવેલા સ્ટારલિંક સાથેના કરારના એક દિવસ બાદ સામે આવી છે.

    જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, ‘Jio અને સ્ટારલિંક આખા ભારતને કનેક્ટ કરીને પોતાના હોરીઝમનો વિસ્તાર કરી રહ્યા છે.’ સાથે કહેવામાં આવ્યું છે કે, “Jio સ્ટારલિંક કનેક્ટિવિટીને સામેલ કરવા માટે પોતાની બ્રોડબેન્ડ સેવા વિકલ્પોનો વિસ્તાર કરી રહી છે. આ ભારતના કનેક્ટિવિટીના વિકાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન બની શકે છે.”

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કરાર સ્પેસએક્સ દ્વારા ભારતમાં સ્ટારલિંકને વેચવા માટે પોતાની અધિકૃતતા પ્રાપ્ત થવાને આધીન છે. નોંધવા જેવું છે કે, આ કરારના એક દિવસ પહેલાં જ એરટેલ ભારતીએ પણ સ્ટારલિંક સાથે કરાર કર્યો હતો.