Monday, April 14, 2025
More

    ‘UPના તમામ 75 જિલ્લાઓમાં રામનવમી પર શ્રીરામચરિતમાનસના પાઠ 24 કલાક ચાલુ રહેશે’- સીએમ યોગીએ આપી સૂચના: મંદિરોની નજીક માંસની દુકાનો ન ખુલે તે બાબતે પણ અધિકારીઓને આદેશ

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ચૈત્ર રામ નવમી (Chaitra Ram Navami) નિમિત્તે તમામ જિલ્લાના મંદિરોમાં શ્રીરામચરિતમાનસના (Shri Ramcharitmanas) 24 કલાક સતત પાઠનું આયોજન કરવાના નિર્દેશ આપ્યા છે. આ પાઠ 5 એપ્રિલ 2025ના રોજ બપોરે 1 વાગ્યે શરૂ થશે અને 6 એપ્રિલ 2025ના રોજ બપોરે 12 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ લલ્લાના સૂર્ય તિલક સાથે સમાપ્ત થશે.

    મુખ્યમંત્રીએ અધિકારીઓને આ કાર્યક્રમની તૈયારીઓ એવી રીતે પૂર્ણ કરવા સૂચના આપી છે કે ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં નવરાત્રિ દરમિયાન અવિરત વીજળી પુરવઠો મળે તેવી વ્યવસ્થા હોવી જોઈએ અને મંદિરોની આસપાસ માંસ અને ઈંડાની દુકાનો બંધ રાખવી જોઈએ.

    આ ઉપરાંત, ભક્તોની સુવિધા માટે શણની ચટાઈ બિછાવવી, પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને છાંયડા માટે પંડાલ બનાવવા જેવા પગલાં પણ લેવામાં આવશે.